ખ્યાતિ હોસ્પીટલ કાંડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલને આજે પોલીસે ખ્યાતિ હોસ્પીટલમં લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું.કાર્તિક પટેલનાં દસ દિવસનાં રિમાન્ડ મંજૂર થતાં પોલીસે આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ સાથે રાખીને કાર્તિક પટેલની પૂછપરછ કરવાનો પણ નિર્ણય લીધો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને ખ્યાતિ હોસ્પીટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલને પોલીસે 17મી જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ વિમાની મથકથી પકડી પાડ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 20, 2025 7:35 પી એમ(PM) | ખ્યાતિ હોસ્પીટલ કાંડ