અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસની આરોપી રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી પાડી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પના નામે લોકોને બોલાવીને તેમના પરવાનગી વિના ઓપરેશન કરાતા બે વ્યક્તિઓના મોત થયા હતા. આ કેસની આરોપી રાજશ્રી કોઠારી ઘણા સમયથી ફરાર હતી જેને રાજસ્થાનથી ઝડપી લેવાઇ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગત પાંચમી ડિસેમ્બરે રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. રાજશ્રી કોઠારી પણ ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર પદ ઉપર છે. હવે આ કેસમાં આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવાની બાકી છે. જોકે કાર્તિક પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે જે હજુ પડતર છે.