ખો-ખો વિશ્વકપ 13 થી 19 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હી ના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારતીય ઓલિમ્પિક સંઘના સહયોગથી ખો-ખો સ્પર્ધાની આ પ્રથમ આવૃત્તિમાં 20 પુરુષ અને 19 મહિલા ટીમો ભાગ લેશે. પુરૂષ અને મહિલા ટુર્નામેન્ટની શરૂઆત ગ્રૂપ સ્ટેજથી થશે અને ત્યારબાદ નોકઆઉટ રાઉન્ડની મેચો થશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થશે. પુરૂષ અને મહિલા ટીમોને 4-4 ગ્રૂપમાં વહેચવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 8, 2025 2:43 પી એમ(PM)