ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 18, 2025 8:59 એ એમ (AM) | ખો-ખો વિશ્વકપ

printer

ખો-ખો વિશ્વકપમાં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.

ખો-ખો વિશ્વકપમાં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.ભારતીય પુરુષ ટીમે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકાને 100-40થી હરાવ્યું. રામજી કશ્યપને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા જ્યારે વી. સુબ્રમણીને બેસ્ટ એટેકરનો એવોર્ડ એનાયત કરાયો.
ભારતીય મહિલા ટીમે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને 109-16થી હરાવ્યું હતું.ભારતીય મહિલા ટીમે ટુર્નામેન્ટમાં સતત ચોથી મેચમાં 100 પોઈન્ટનો આંકડો પાર કર્યો.અશ્વિની શિંદેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા, જ્યારે રિતુ રાની સેનને બેસ્ટ એટેકરનો એવોર્ડ એનાયત કરાયો.ઉલ્લેખનીય છે કે,બંને ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે અને તમામ મેચો જીતી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ