ખો ખો વર્લ્ડ કપમાં,ભારતે ગઈકાલે ગ્રુપ A મુકાબલામાં નેપાળ સામે 42-37 થી રોમાંચક જીત સાથે પોતાના અભિયાનનોં વિજયી પ્રારંભ કર્યો.
મેચ પહેલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષા અને ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખએ મશાલ પ્રગટાવી આ પરંપરાગત ભારતીય રમતનોં વૈશ્વિક સ્તરે પ્રારંભ કરાવ્યો.આ સ્પર્ધામાં 20 દેશોની ટીમો ભાગ લઈ રહી છે.ખો-ખો ફેડરેશને દ્વારા પ્રતિક વાયકરને પુરુષ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પ્રિયંકા ઇંગ્લે મહિલા ટીમનું નેતૃત્વ કરશે.
આ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલ 17 જાન્યુઆરીએ, સેમિફાઇનલ 18 જાન્યુઆરીએ અને ફાઇનલ 19 જાન્યુઆરીએ યોજાશે
Site Admin | જાન્યુઆરી 14, 2025 9:17 એ એમ (AM) | ખો ખો વર્લ્ડ કપ