ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 23, 2025 9:08 એ એમ (AM)

printer

ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન.

ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ 2025 ના ત્રીજા દિવસે, ગઇકાલે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે રોમાંચક મેચો જોવા મળી.પેરાલિમ્પિક બેડમિન્ટન ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં નિતેશ કુમાર, કૃષ્ણા નાગર, મનીષા રામદાસ અને સંજીવ કુમારે પોતપોતાની શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યા. કેરળની 21 વર્ષીય આલ્ફિયા જેમ્સ અને ઉત્તરાખંડની મંદીપ કૌરે પણ સુવર્ણ ચંદ્રક જીત્યા.
એથ્લેટિક્સમાં, દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400 મીટર ટી20 શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે મોનુ ઘંઘાસે પુરુષોની શોટ પુટ F11 શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.મહિલા પેરા તીરંદાજીમાં, પેરાલિમ્પિક મેડલ વિજેતા શીતલ દેવીએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. નિશાનેબાજ પાયલ નાગે પણ શાનદાર પ્રદર્શન કર્યું.આકાશવાણી સાથે વાત કરતા, શીતલ દેવીએ ખેલો ઇન્ડિયા પેરાગેમ્સને ટોચના ખેલાડીઓ સામે સ્પર્ધા કરવા અને અનુભવ મેળવવાની એક મૂલ્યવાન તક ગણાવી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ