ખેલો ઇન્ડિયા સીઝન આવતીકાલથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 સાથે શરૂ થશે. રાજ્યો, કેન્દ્રશાસિતપ્રદેશો અને સંસ્થાકીય સંગઠનોની બનેલી ઓગણીસ ટીમો પાંચ દિવસ સુધી આઇસ-હોકી અને આઇસ-સ્કેટિંગ બે કાર્યક્રમમાં ભાગ લેશે -આ ખેલો ઇન્ડિયાનો પહેલો ભાગ હશે.સ્કીઇંગ જેવી બરફની રમતોનો સમાવેશ થાય છે, તેલ બીજો ભાગ 22-25 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં યોજાશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમતમંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગુરુવારે લેહના પ્રતિષ્ઠિત નવાંગ દોરજય સ્ટોબદાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે અને રમતોની શરૂઆતની ઘોષણા કરશે.રમતોત્સવમાં ભાગ લેનારા 594 સ્વાગત કરવા માટે પરંપરાગત, લદ્દાખી શૈલીની શરૂઆતનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાંથી 428 રમતવીરો હશે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 7:14 પી એમ(PM)
ખેલો ઇન્ડિયા સીઝન આવતીકાલથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયાવિન્ટર ગેમ્સ 2025 સાથે શરૂ થશે
