ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 19, 2025 2:09 પી એમ(PM)

printer

ખેલો ઇન્ડિયા પેરાગેમ્સ – 2025 માટે ગીત, માસ્કોટ અને લોગો લોન્ચ કરાયાં

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ – 2025 માટે ગીત, માસ્કોટ અને લોગો ગઈકાલે નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યા.   
આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થનારો આ રમતોત્સવ 27 માર્ચ સુધી ચાલશે. આ પ્રસંગે બોલતા,યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ખેલો ઇન્ડિયા પહેલે રમતવીરોને એક નોંધપાત્ર મંચ પૂરું પાડ્યું છે, જે વૈશ્વિક સ્તરે દેશની પ્રતિષ્ઠામાં વધારો કરશે. તેમણે પેરા ઈન્ડિયા ગેમ્સના સહભાગીઓને શુભેચ્છાઓ પણ પાઠવી. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ૧૩૦૦ થી વધુ રમતવીરો ભાગ લેશે. ‘ફિટ ઇન્ડિયા કાર્નિવલ’ પ્રસંગે રજૂ કરાયેલ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો માસ્કોટ-ઉજ્જવલા, દિલ્હીના ગોરૈયાથી પ્રેરિત છે, જે શહેરના ગૌરવ અને લડાયક ભાવનાનું પ્રતીક છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ