ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2024 11:07 એ એમ (AM)

printer

ખેતીની જમીનના વેચાણ અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપવા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.
ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં 6 એપ્રિલ, 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે. એટલું જ નહીં, આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાંના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે, તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં.
વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં.
રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હક્કપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે. આ અંગે, કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે નવા નિર્ણયો લીધા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ