ખેડૂત નોંધણી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે.
દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના જમીન રેકર્ડને યુનિક ખેડૂત આઈ.ડી સાથે જોડવા માટે ગત તા. 15 ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ખેડૂત નોંધણી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 33 લાખથી વધુ ખેડૂતો એટલે કે, 50%થી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે.
. ગુજરાતે દેશમાં સૌપ્રથમ 50% ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી “સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ’ તરીકે 123.75 કરોડ રૂપિયાની પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. અગાઉ પણ ગુજરાતને ૨૫ ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી . 82 કરોડ રૂ. ની પ્રોત્સાહક સહાય ફાળવવામાં આવી હતી. આ પ્રોત્સાહક ગ્રાન્ટનો ઉપયોગ ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં કરવામાં આવશે.
ખેડૂતોની નોંધણીમાં ૭૪ ટકા કામગીરી સાથે નવસારી જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. જ્યારે, 71% નોંધણી સાથે ડાંગ જિલ્લો બીજા ક્રમે અને 66% નોંધણી સાથે જૂનાગઢ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત સુરત અને ભરૂચ જિલ્લામાં પણ 63-63% ખેડૂત નોંધણી પૂર્ણ થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂત નોંધણી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ એક 11 ડિજિટની યુનિક ખેડૂત આઈ.ડી આપવામાં આવશે,
Site Admin | જાન્યુઆરી 19, 2025 8:14 એ એમ (AM) | ખેડૂત નોંધણી પોર્ટલ