ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2024 7:49 પી એમ(PM)

printer

ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને પાક ઉત્પાદકતા વધારવા માટે પ્રતિબદ્ધ છે

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને પાક ઉત્પાદકતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. પટનામાં કિસાન સંવાદ દરમિયાન ખેડૂતોને સંબોધિત કરતા શ્રી ચૌહાણેકહ્યું કે ખેડૂતોને લગતા પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના તમામ સંકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડદ્વારા ખેડૂતોને સસ્તી લોન આપવામાં આવી રહી છે અને તેમની ઉપજની વાજબી કિંમત સાથેલઘુત્તમ ટેકાના ભાવની ખાતરી કરવામાં આવી છે. કૃષિ પર આબોહવા પરિવર્તનની પ્રતિકૂળઅસર અંગે ચિંતા વ્યક્ત કરતાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર અનુકૂળ  અને ઉચ્ચ ઉપજ આપતા બિયારણો અને ટૂંકી પાકતી જાતોને પ્રોત્સાહન આપી રહી છે.  શ્રી ચૌહાણે જણાવ્યું હતું કેરાજ્યમાં મખાના, મકાઈ, ચા, મધ, લણેલા ડાંગર અને મગહી પાનના ઉત્પાદનની વિપુલસંભાવનાઓ છે અને ખેડૂતો તેની નિકાસથી સારી આવક મેળવી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ