ગુજરાતની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ-NDDBની સ્થાપનાનાં હીરક જયંતિ અને ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતી નિમિત્તે આણંદનાં એનડીડીબી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું કે, પાંચ કરોડ પશુ પાલકો સુખ-શાંતિની જિંદગી જીવે છે, તે ત્રિભુવનભાઇ પટેલને આભારી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, 60 વર્ષમાં NDDBએ ખેડૂતો અને મહિલાઓનું સશક્તિકરણ કર્યું છે અને બાળકોને પોષણયુક્ત દૂધ આપીને સશક્ત નાગરિક બનાવવામાં પણ પ્રદાન કર્યુ છે. તેમણે કૃષિને આત્મનિર્ભર બનાવવામાં NDDBની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
શ્રી શાહે એનડીડીબીના ત્રણ નવા પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો હતો. બપોર બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીનાં ગાંધીનગરનાં નવીન કાર્યાલયનું ખાતમૂહુર્ત કરશે. સાંજે તેઓ મહાત્મા મંદિર ખાતે 14મા અખિલ ભારતીય હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાઓ અંતર્ગત શિષ્યત્તિ વિતરણ કરશે..