ખેડૂતોને ફોસ્ફેટિક અને પોટેસિક ખાતરો વાજબી ભાવે મળી રહે તે માટે કેન્દ્ર સરકારે તાર્કિક માર્ગદર્શિકા જારી કરી છે. કેન્દ્રિય રસાયણ અને ખાતર રાજયમંત્રી અનુપ્રિયા પટેલ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ડીએપી ખાતરની એક થેલીની કિંમત 3 હજાર 100 રૂપિયા છે. પણ ખેડૂતોને 1 હજાર 350 રૂપિયાના દરે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે પોષક તત્વો માટે સબસીડીની યોજના હેઠળ વર્ષ 2023-24માં 65 હજાર કરોડ રૂપિયાથી વધુની સબસીડી આપવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 7:56 પી એમ(PM) | ખેડૂતો