ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 4, 2024 3:16 પી એમ(PM) | સરકાર

printer

ખેડૂતોને પાકનું પૂરતું વળતર મળી રહે એ માટે કેન્દ્ર સરકાર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે

ખેડૂતોને પાકનું પૂરતું વળતર મળી રહે એ માટે કેન્દ્ર સરકાર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે. આ માટેની ઓનલાઇન નોંધણી શરૂ થઈ ગઈ છે. 3 ઑક્ટોબરથી શરૂ કરીને 31 ઑક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર તેની નોંધણી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર મગફળી, મગ, અડદ અને સોયિબિનની ટેકાના ભાવે ખરીદી કરશે. આ માટે મગફળી માટે 6 હજાર 783, મગ માટે 8 હજાર, 682, અડદ માટે 7 હજાર, 400 અને સોયાબિન માટે 4 હજાર, 892 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ