ઉતરાયણનું પર્વ જેમજેમ નજીક આવી રહ્યું છે, તેમતેમ પોલીસ પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનારા સામે કડક હાથે કામગીરી કરી રહી છે.ખેડા જિલ્લા પોલીસ દ્વારા અગાઉથી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન કપડવંજથી આઇસર ટેમ્પામાં લઈ જવાતા 4 લાખ 18 હજારના એક હજાર 674 ચાઈનીઝ માંઝા મળી કુલ રૂપિયા 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા લોકોના જીવને જોખમમાં મુકતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા લોકોને અપીલ કરાઇ છે.(બાઈટ : રાજેશ ગઢીયા, એસ.પી. ખેડા )
Site Admin | ડિસેમ્બર 10, 2024 7:40 પી એમ(PM) | ચાઇનીઝ દોરી
ખેડા જીલ્લામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે વ્યક્તિની ધરપકડ
