ખેડા જિલ્લામાં આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે આજે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપ-કેન્દ્રોના નવા મકાનોનું ઈ-લોકાર્પણ કરાયું. 85 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ ઉપ-કેન્દ્રો રામોલ, હાથજ અને અરેરા ખાતે શરૂ કરાયા. આ સાથે મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પશુપાલન શિબિરનું પણ આયોજન કરાયું, જેમાં પશુપાલન કે.સી.સી. ધિરાણ અંગે ક્યુ.આર.કોડનું અનાવરણ કરાયું.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું. આ અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે વધુ માહિતી આપી હતી.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:57 પી એમ(PM) | ખેડા
ખેડા જિલ્લામાં આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે આજે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપ-કેન્દ્રોના નવા મકાનોનું ઈ-લોકાર્પણ કરાયું
