ખેડા જિલ્લાના વસો ગામ ખાતે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે શ્રી ડિંડોરે વિદ્યાર્થીઓમાં કેળવણી સિંચન દ્વારા સમુહ જીવનની ભાવના નિર્માણ કરવાની અપીલ કરી હતી. મંત્રીશ્રીએ શાળાના વર્ગખંડોની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો.
Site Admin | જાન્યુઆરી 7, 2025 9:51 એ એમ (AM) | શિક્ષણમંત્રી