ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત પોલીસે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું હતું,આ શસ્ત્ર પ્રદર્શનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉદ્ઘાટન કર્યું હતું.સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ઉપલક્ષમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતાં.
આ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત મહાનુભાવોએ સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને રસપૂર્વક નિહાળ્યા હતા. નડિયાદના કેશવ કથા કુંજ હોલ ખાતે યોજાયેલું આ પ્રદર્શન તારીખ આજે સાંજ સુધી જાહેર જનતા માટે સવારે 9:00થી સાંજના 7 કલાક સુધી ખુલ્લુ રહેશે.
આ શસ્ત્ર પ્રદર્શનમાં આધુનિક હથિયારો અને પોલીસ ટેકનોલોજી એક્સ્પો પ્રદર્શન, BDDSના તમામ સાધનો તથા એક્સપ્લોઝીવ વિશે જાણકારી, મરીન ટાસ્ક ફોર્સના તમામ સાધનો, SDRFના સાધનો અને ઈક્વીપમેન્ટ, ચેતક કમાન્ડો ફોર્સના તમામ સાધનો,ખેડા પોલીસ તરફથી વાયરલેસના સાધનોનું પ્રદર્શન ટ્રાફીકના નિયમોની જાણકારી, બોડીવોર્ન કેમેરા, નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલ, સાયબર ક્રાઇમ, મૈત્રી પ્રોજેક્ટ તથા મહિલા પોલીસ વિગેરેની માહીતી આપવામાં આવી છે.
ખાસ આકર્ષણોમાં LMG વેપન માઉન્ટ કરેલ ઓપન જીપ્સી, પોલીસ ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, ટ્રાફીક પોલીસના સેલ્ફી કટ આઉટ, બુલેટ પ્રુફ વ્હીકલ, પોલીસની હાર્લી ડેવીડસન બાઇક, સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPG) વિગેરે મુખ્ય આકષણો રહેશે. આ પ્રદર્શનને નિહાળવા જિલ્લાની જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 8:07 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ