ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રીસંતરામ મંદિરમાં આજે પોષી પૂનમને બોર પૂનમ તરીકે ઉજવવામાં આવે છે..અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કે, શ્રીસંતરામ મંદિર પરિસરમાં આજે જય મહારાજના નાદથી મંદિર પરિસર ગુજી ઉઠ્યું હતું. નડિયાદની શેરીઓમાં હજારો મણ બોર આજે ઠેર ઠેર જગ્યાએથી ભક્તોએ ખરીદીને સંતરામ મંદિરમાં આજે બોર ઉછાળીને પોતાની મનોકામના પૂર્ણ કરતા હતા
Site Admin | જાન્યુઆરી 13, 2025 3:58 પી એમ(PM)