ખાસ લોક અદાલતમાં ચેક બાઉન્સના 6 હજાર 770 અને દાંપત્ય જીવનના 1 હજાર 96 કેસનું સમાધાન કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં 05 વર્ષ કરતા જૂની ચેક પરતને લગતી ફરિયાદો તેમજ છૂટાછેડા સિવાયની દાંપત્ય જીવનને લગતી તકરારો સંદર્ભના જૂના કેસોના સમાધાન માટે ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આશરે 50 હજાર કરતાં વધુ કેસો સમાધાન માટે મૂકવામાં આવેલ. જે પૈકી ચેક બાઉન્સની કુલ 6હજાર 770 ફરિયાદ અને દાંપત્ય જીવનના 1હજાર 96 કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવેલ છે. લોક અદાલતમાં કુલ રૂપિયા 161 કરોડથી વધુની રકમના એવોર્ડનું ચુકવણું થયેલ છે.
છેલ્લા એક વર્ષમાં અદાલતમાં પેન્ડિંગ 10 લાખ કરતાં વધુ કેસોનો લોક અદાલતથી નિવેડો આવેલ છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:21 પી એમ(PM)