ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પર હૂમલો કરીને હિન્દુ શ્રધ્ધાળુઓએ સાથે મારપીટ કરી હતી. કેનેડામાં હિન્દુ સમુદાયો માટે કામ કરતા હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશને એક્સ પર જણાવ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદીઓએ બાળકો અને મહિલાઓ પર હૂમલો કર્યો હતો.. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ આ હૂમલાની ટીકા કરી છે.
ઓટાવામાં ભારતીય હાઇ કમિશનર ઓફિસ અને કેનેડાના સાંસદ ચંદ્રા આર્યાએ ઘટનાની ટીકા કરી છે. શ્રી આર્યાએ સોશિયલ મિડિયામાં જણાવ્યું હતું કે, કેનેડામાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનાં કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેમણે ખાલિસ્તાન તરફી જૂથોની વધતીજતી વગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતની હાઇ કમિશનર ઓફિસે ભારતીય નાગરિકોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
Site Admin | નવેમ્બર 4, 2024 2:48 પી એમ(PM)