ખાનગી શાળાના સંચાલકો શાળામાં બાળકોને શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહિ, તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જાહેરાત કરી છે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, હલકી ગુણવત્તાનું
કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ. જો કોઈ શાળાના સંચાલક નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.
ખાનગી શાળાના સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે માતા પિતા પોતાના બાળકને, ઠંડીથી સુરક્ષિત રાખવા તેમની પાસે ઉપલબ્ધ કોઇ પણ સ્વેટર, ટોપી અને હાથના મોજાં પહેરાવી શકશે.
Site Admin | નવેમ્બર 22, 2024 11:00 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | news | newsupdate | ગાંધીનગર | ગુજરાત | પ્રફુલ્લ પાનશેરિયા | શાળાઓ | શિક્ષણ મંત્રી