ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 15, 2024 8:09 પી એમ(PM) | ફુગાવો

printer

ખાદ્ય ચીજોનો ફુગાવો વધીને 10.87 ટકાઃ જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો સતત ચોથા મહિને વધ્યો

શાકભાજી અને ઉત્પાદિત ચીજોનાં ભાવમાં વધારાને કારણે દેશમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો જૂન મહિનામાં સતત ચોથા મહિને વધીને 3.36 ટકા થયો છે. મે મહિનામાં ફુગાવો 2.26 ટકા અને જૂન 2023માંમાઇનસ 4.18 ટકા હતો. ઉપલબ્ધ આંકડા પ્રમાણે ખાદ્ય ચીજોનો ફુગાવો મે મહિનામાં 9.82ટકાથી વધીને જૂન મહિનામાં 10.87 ટકા થયો હતો. ગયા મહિને શાકભાજીનાંભાવમાં 32.42 ટકા, ડુંગળીનાં ભાવમાં 93.35 ટકા,બટાકાના ભાવમાં 66.37 ટકા અને કઠોળનાં ભાવમાં 21.64 ટકાનો તીવ્રવધારો થયો હોવાથી ફુગાવો વધ્યો છે. ઉત્પાદિત ચીજોનાં ભાવમાં 1.43 ટકા વધારો થયોહતો.ગયા મહિને પ્રસિધ્ધથયેલા છુટક ફુગાવાનો આંક પણ 5.1 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ