ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 20, 2024 7:17 પી એમ(PM)

printer

ખાણ મંત્રાલય દ્વારા આવતીકાલે પોરબંદરમાં ભારતના ઓફશોર વિસ્તારોમાંથી ખનિજ બ્લોક્સના પ્રથમ ઈ-ઓક્શન અંગે રોડ- શોનું આયોજન

ખાણ મંત્રાલય દ્વારા આવતીકાલે પોરબંદરમાં ભારતના ઓફશોર વિસ્તારોમાંથી ખનિજ બ્લોક્સના પ્રથમ ઈ-ઓક્શન અંગે લોકોને માહિતગાર કરવા ઐતિહાસિક રોડ- શોનું આયોજન કરાયું છે. આ રોડ-શોમાં હરાજીની પ્રક્રિયાની રૂપરેખાની સાથે સાથે ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા ઑફશોર બ્લોક્સની ખનિજ સંભવિતતા પર તકનીકી પ્રસ્તુતિ અપાશે. આ બ્લોક્સ રાજ્યમાં સિમેન્ટ અને બાંધકામ ક્ષેત્રો માટે ઉપયોગી સાબિત થશે.આ કાર્યક્રમમાં ખાણ મંત્રાલયના સચિવ વી.એલ. કાન્થા રાવ, રાજ્યના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ કમિશનર ધવલ પટેલ,તેમજ અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો અને ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ