ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન (RIE) ભોપાલ ખાતે પાંચ દિવસિય કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી શિક્ષકો હાજર રહ્યા હતાં, જે શિક્ષકોમાં છોટાઉદેપુરનાં દિનેશ રાઠવાએ મહુડા અને કેસુંડાની “રાઠવી” બોલીમાં વાત મૂકી, શિક્ષક તરીકે પ્રતિનિધિત્વ કર્યું.
છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધુ આદિવાસી લોકો વસવાટ કરે છે અને સ્થાનિક “રાઠવી” બોલી માંજ વાતચીત કરતા હોય છે, ત્યારે ગુનાટા ગામના શિક્ષક અને સીઆરસી કોર્ડીનેટર દિનેશભાઈ રાઠવાએ બાળકો આનંદમય શિક્ષણ મેળવી શકે તે માટે “રાઠવી”બોલીમાં જ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 3:25 પી એમ(PM)
ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન (RIE) ભોપાલ ખાતે પાંચ દિવસિય કાર્યશાળા યોજવામાં આવી હતી
