વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી બહુપક્ષીય દરિયાઈ કવાયત ‘માલાબાર’ના બંદર તબક્કા દરમિયાન ક્વાડ દેશોની નૌકાદળોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર દરિયાઈ સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી છે.
ભારત દ્વારા આયોજિત, ઑસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના નૌકાદળના વડાઓએ ઇન્ડો-પેસિફિક અને માલાબારની ભાવિ આવૃત્તિઓમાં પરસ્પર નૌકાદળની આંતર સંચાલન ક્ષમતા અને દરિયાઇ સહયોગને વધારવાના માર્ગો પર ચર્ચા કરીને, ભાર મૂક્યો હતો.
ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસની નૌકાદળ વિશાખાપટ્ટનમમાં વિવિધ સહકારી કાર્યક્રમોમાં સક્રિયપણે સામેલ છે. ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાની ટીમોએ, મૈત્રીપૂર્ણ રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જે ટીમો વચ્ચેની સહાનુભૂતિને વધુ મજબૂત બનાવે છે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 7:48 પી એમ(PM)