ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટી 20 મેચમાં ઇંગ્લેન્ડ સામે બે વિકેટથી વિજય મેળવ્યો છે. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 19.2 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને જીત મેળવી છે. ભારત માટે, તિલક વર્માએ 55 બોલમાં 72 રન બનાવીને ભારતને જીત અપાવી છે. વોશિંગ્ટન સુંદરે 19 બોલમાં 26 રન બનાવ્યા. તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.
પ્રથમ બેટિંગ કરવા આવેલા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે સૌથી વધુ 45 રન બનાવ્યા. ભારત માટે, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી. ઇંગ્લેન્ડ માટે, બ્રાઇડન કાર્સે ત્રણ વિકેટ લીધી.
આ જીત સાથે, ભારત હવે પાંચ મેચની શ્રેણીમાં 2 શૂન્યથી આગળ છે. શ્રેણીની ત્રીજી ટી 20 મેચ 28 જાન્યુઆરીએ ગુજરાતના રાજકોટમાં રમાશે.
Site Admin | જાન્યુઆરી 26, 2025 9:10 એ એમ (AM) | ક્રિકેટ
ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટી 20 મેચમાં ઇંગ્લેન્ડ સામે બે વિકેટથી વિજય મેળવ્યો છે.
