ક્રિકેટમાં, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ચોથા દિવસથી રમતના અંતે ભારત સામેની બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ નવ વિકેટે 228 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયા આ સાથે ભારત પર 333 રનની સરસાઈ ધરાવે છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે એક જ ઓવરમાં ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શને આઉટ કરીને ભારત માટે 200 ટેસ્ટ વિકેટ પૂરી કરવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. દરમિયાન મોહમ્મદ સિરાજે પણ ઉસ્માન ખ્વાજા અને સ્ટીવન સ્મિથની મહત્વની વિકેટ લીધી હતી.ભારતીય ટીમે આજે સવારે 9 વિકેટે 358 રનના ઓવરનાઈટ સ્કોરથી તેમનો પ્રથમ દાવ ફરી શરૂ કર્યો હતો પરંતુ 369 રનના સ્કોર સાથે ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. પાંચ મેચની શ્રેણીમાં હાલ બંને દેશો 1-1થી બરાબર છે.
Site Admin | ડિસેમ્બર 29, 2024 2:14 પી એમ(PM)