ક્રાંતિવીર શહીદ ઉધમસિંહજીની આજે 125મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. વર્ષ 1899માં જન્મેલા આ મહાન ક્રાંતિકારીએ પંજાબના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓ’ડ્વાયરની હત્યા કરીને જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, અંગ્રેજોની કસ્ટડીમાં, તેમણે ભારતના ત્રણ મુખ્ય ધર્મો અને તેમની સંસ્થાનવાદ વિરોધી ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરતા ‘રામ મોહમ્મદ સિંહ આઝાદ’ નામનો ઉપયોગ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા સંદેશમાં અમર શહીદ સરદાર ઉધમસિંહજીને શ્રદ્ધાંજલિ આપી. શ્રી શાહે લખ્યું કે, તેઓ જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા ઈંગ્લેન્ડ ગયા અને અત્યાચારી બ્રિટિશ સરકારને પાઠ ભણાવનારા ઉધમસિંહજી દેશભક્તો માટે પ્રેરણારૂપ બન્યા. સરદાર ઉધમસિંહજીનું જીવન આપણને યુગો સુધી દેશના કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપતું રહેશે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 2:13 પી એમ(PM) | ક્રાંતિવીર શહીદ ઉધમસિંહજી