કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું છે કે, કૌશલ્ય ભારત યોજના અંતર્ગત અત્યાર સુધી એક કરોડ 36 લાખથી વધુ લોકોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવી છે. આજે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે આયોજિતકાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી ચૌધરીએ જણાવ્યું કે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રમાં ભારતે ખૂબ સારી કામગીરીકરી છે. તેમણે જણાવ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં આક્ષેત્રમાં મેળવેલી સફળતાઓને આધારે મંત્રાલય વધુ કેટલીક સમાવેશી યોજનાઓ તૈયાર કરશે, જેથી વર્ષ 2047માં ભારતને વિક્સિતરાષ્ટ્ર બનાવવામાં યોગદાન આપી શકાય.
Site Admin | જુલાઇ 15, 2024 8:12 પી એમ(PM) | જયંત ચૌધરી | વિશ્વ યુવા કૌશલ્ય દિવસ
કૌશલ્ય ભારત યોજના અંતર્ગત અત્યાર સુધી એક કરોડ 36 લાખ લોકોને કૌશલ્ય વિકાસની તાલીમ અપાઈ
