કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટર માટે ટેક્નોલોજીના લાભ સાથે સંચાલનમાં પારદર્શિતા દ્વારા વિકાસનો આ સુવર્ણકાળ છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
ગાંધીનગરમાં ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ ફેડરેશન આયોજિત ‘સહકાર સેતુ’ મેગાઈવેન્ટ અને વેસ્ટર્ન ઈન્ડીયા અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ સમિટનો આજે મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. એક દિવસીય સમિટમાં ૬૦ જેટલી વિવિધ ટેકનોલોજી કંપનીઓની મદદથી બેન્કિંગ ક્ષેત્રે ઉપયોગી સાયબર સુરક્ષા સહિતની ટેકનોલોજી વિશે માહીતી પૂરી પાડવામાં આવી હતી.
ગુજરાતમાં ૨૧૧ અર્બન કો-ઓપરેટિવ બેંકની ૧ હજાર ૧૩૮ જેટલી શાખા કાર્યરત છે. જેમાં અંદાજે ૮૪ હજાર ૫૩૧ કરોડ રૂપિયાની ડિપોઝીટ અને ૫૨ હજાર ૩૩૩ કરોડ રૂપિયાનું ધિરાણ આપેલું છે. આ બેંકો અંદાજે ૧ હજાર ૩૦૦ કરોડ રૂપિયાનો નફો કરી રહી છે. ગુજરાત સહિત ભારતમાં ૧ હજાર ૪૮૦ જેટલી સહકારી બેંકો કાર્યરત છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 8:02 પી એમ(PM) | ટેક્નોલોજી