કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનીજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં FICCI દ્વારા આયોજિત ક્રિટિકલ મિનરલ્સ મેટ્રિક્સ કોન્ફરન્સમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ્ય સ્થાનિક અને વિદેશી સ્ત્રોતોમાંથી ખનિજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને ભારતની મહત્વપૂર્ણ ખનિજ પુરવઠા શૃંખલાને સુરક્ષિત કરવાનો છે. તેમણે ઉમેર્યું કે આ મિશનને સાત વર્ષના સમયગાળા માટે લગભગ 34 હજાર કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે.
હાલમાં દેશ મહત્વપૂર્ણ ખનીજો માટે વિવિધ દેશો પર નિર્ભર હોવાનું શ્રી દુબેએ ભારપૂર્વક જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 2:52 પી એમ(PM) | કોલસા અને ખાણ રાજ્યમંત્રી
કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનીજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી
