ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 8:18 પી એમ(PM)

printer

કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ આજે નવી દિલ્હીમાં વાણિજ્યિક કોલસાની ખાણની હરાજીનો 12મો હપ્તો શરૂ કર્યો હતો.

કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ આજે નવી દિલ્હીમાં વાણિજ્યિક કોલસાની ખાણની હરાજીનો 12મો હપ્તો શરૂ કર્યો હતો. શ્રી રેડ્ડીએ માહિતી આપી હતી કે ભારતના કોલસા ક્ષેત્રે ચાલુ નાણાકીય વર્ષમાં એક અબજ ટન કોલસાનું ઉત્પાદન પાર કરીને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત વૈશ્વિક સ્તરે પાંચમો સૌથી મોટો કોલસાનો ભંડાર ધરાવે છે અને તે બીજા ક્રમનો સૌથી મોટો કોલસાનો ઉત્પાદક અને ગ્રાહક પણ છે.
તેમણે ઉમેર્યું હતું કે, ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને નવી ટેકનોલોજીએ આ ક્ષેત્રની કાયાપલટ કરી છે. શ્રી રેડ્ડીએ ઉલ્લેખ કર્યો હતો કે 11મા તબક્કા સુધી કુલ 125 કોલસાની ખાણોની સફળતાપૂર્વક હરાજી કરવામાં આવી હતી, જે 40 હજાર કરોડથી વધુના રોકાણને આકર્ષિત કરશે અને 4 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશની 72 ટકા વીજળી આ ક્ષેત્રમાંથી પેદા થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ