ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2024 2:04 પી એમ(PM) | કોલકાતા

printer

કોલકાતા દુષ્કર્મ અને હત્યાના કેસ મામલે સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ સુપ્રત કર્યો છે

કોલકાતા દુષ્કર્મ અને હત્યાના કેસ મામલે સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ સુપ્રત કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ સિંહ, ન્યાયાધીશ જે બી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખઁડપીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. અદાલતે જણાવ્યું આ કેસમાં પોલીસે પીડિતના અંતિમ સંસ્કાર બાદ ફરિયાદ દાખલ કરવા વિશે પણ સવાલ પૂછ્યાં. વધુમાં અદાલતે કહ્યું કે આ કેસમાં પોલીસે જે રીતે કાર્યવાહી કરી છે, એ આ પહેલા ક્યારેય જોવા નથી મળી.
વધુમાં સર્વોચ્ચ અદાલતે નિયુક્ત કરેલી કાર્ય સમિતિ તબીબોની હડતાળ મામલે નિષ્ણાતોના અભિપ્રાયને આધારે ઉકેલ શોધશે તેમ પણ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ