ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને તેની હત્યાની ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે જણાવ્યું હતું કે, કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને તેની હત્યાની ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. શ્રીમતી મુર્મૂએ ઉંમેર્યું, તાજેતરમાં મહિલાઓ સામેના વધતા ગુનાઓ અંગે આપણે આત્મમંથન કરવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક લેખમાં આ મુજબ જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું, મહિલાઓ પર થતા અત્યાચારમાં નાની બાળકીઓ પણ સામેલ છે. અને કોઈ પણ સભ્ય સમાજ બહેન દીકરીઓને આ રીતે અત્યાચારનો ભોગ બનતા સહન ન કરી શકે.
સુશ્રી મુર્મૂએ ઉમેર્યું, આવી ઘટનાઓથી દેશભરમાં રોષ ફેલાવવો સ્વાભાવિક છે. સંવિધાન મહિલાઓ સહિત તમામ નાગરિકોને સમાનતા આપે છે, પરંતુ વિશ્વના અનેક ભાગમાં આ ફક્ત આદર્શ માત્ર છે. રાષ્ટ્રપતિએ ઉંમેર્યું, સરકારે આ સમાનતાને સુનિશ્ચિત કરવા માટે સંસ્થાન બનાવવી પડશે અને અનેક કાર્યક્રમ તેમ જ અભિયાન શરૂ કરવું પડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ