કોલકાતાની આર.જી કર મેડકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સર્વોચ્ચ અદાલતે નોંધ લેતા મંગળવારે આ મામલે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાય મૂર્તિ ડી. વાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખંડપીઠ આ અંગે સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં કોલકાતાની આર. જી. કર કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી દેવાઈ હતી. આ ઘટના બાદ કોલકાતા પોલીસે એક સ્વયંસેવકની ધરપકડ કરી છે. ઘટનાને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. વિવિધ તબીબી સંગઠનો આ મામલે હડતાળ પર ઉતર્યા છે. કોલકાતા વડી અદાલતે આ કેસ સીબીઆઈને સોંપ્યો છે.