કોલકાતામાં મહિલા ડોક્ટર પર થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના
વિરોધમાં નિવાસી ડોકટરો અને તબીબી વિદ્યાર્થીઓએ આજે નવી દિલ્લીમાં તેમનો
વિરોધ ચાલુ રાખ્યો છે. એઈમ્સ, સફદરજંગ હોસ્પિટલ, મૌલાના આઝાદ મેડિકલ
કોલેજ, નોર્ધન રેલ્વે સેન્ટ્રલ હોસ્પિટલ અને અન્ય સંસ્થાઓના ડોકટરોએ દિલ્હીમાં
નિર્માણ ભવન પાસે દેખાવો કરીને આ મામલે ન્યાયની માંગણી કરી હતી. વિરોધ
કરી રહેલા તબીબો સમગ્ર દેશમાં આરોગ્યસંભાળ કામદારો અને સંસ્થાઓની સુરક્ષા
માટે સુરક્ષા અધિનિયમની પણ હાકલ કરી રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 19, 2024 2:15 પી એમ(PM)