ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 16, 2024 7:31 પી એમ(PM) | કોલકાતા

printer

કોલકાતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં દેશભરના તબીબોની હડતાળ

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાનાવિરોધમાં આવતીકાલે દેશભરની સાથે સાથે વિવિધ રાજ્યભરમા તબીબોએ હડતાળની જાહેરાત કરી છે.ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા આજે પત્રકાર પરિષદયોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે..આવતીકાલે સવારે છ વાગ્યાથી લઇને ૧૮તારીખ સવારે ૬ વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહેશે.. જ્યારેઅમદાવાદમાં સાતસો તબીબો રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આ ઉપરાત અમદાવાદમેડિકલ એસોસિએશનની ઓફિસથી લઇને ઇન્કમટેક્ષ સર્કલ સુધી સાંજે કેન્ડલ માર્ચ યોજાશે.કોલકતાની ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી અને ન્યાય તેમજ તબીબોની સલામતીનીમાંગણી સાથે આ હડતાળ કરવામાં આવી રહી છે.. બીજી તરફ, કોલકતાની ઘટનાના વિરોધમાં સુરત અને ભાવનગરમાંપણ તબીબોએ આજે રેલી યોજીને હડતાળ કરી હતી તેમજ આ પ્રકરણમાં ન્યાયની માંગણી કરીનેપોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.અન્ય રાજ્યોની વાત કરી તો પટનામાં, પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિવાસી ડોકટરો આજે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ બોન્ડેડ રેસિડેન્ટ ડૉક્ટર્સ અને રાજ્યમાં મેડિકલ ઇન્ટર્ન્સનું સંગઠન પણ તીવ્ર હડતાળમાં જોડાયું હતું. દરમિયાન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે દેશવ્યાપી નોન-ઈમરજન્સી સેવાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. તબીબી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવશ્યક સેવાઓ જાળવવામાં આવશે અને અકસ્માત વોર્ડ કાર્યરત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ