કોલકાતામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઇડર્સને 7 વિકેટથી હરાવ્યું.બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા અજિંક્ય રહાણેની ટીમ નાઈટ રાઈડર્સે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 174 રન બનાવ્યા હતા. બેંગલુરુના સ્ટાર બોલર કૃણાલ પંડ્યાએ 3 વિકેટ લીધી. જવાબમાં, બેંગલુરુએ વિરાટ કોહલી અને ફિલિપ સોલ્ટ વચ્ચે 95 રનની ભાગીદારીને કારણે 17મી ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને વિજયી લક્ષ્ય હાંસલ કરી લીધું. પોતાની 400મી ટી20 મેચ રમી રહેલા વિરાટ કોહલી 59 રન બનાવીને અણનમ રહ્યા. કૃણાલ પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા.
Site Admin | માર્ચ 23, 2025 9:10 એ એમ (AM)
કોલકાતામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઇડર્સને 7 વિકેટથી હરાવ્યું.
