કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની આસપાસ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા આગામી સાત દિવસ માટે પોલીસે પાંચથી વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. પોલીસે અહીં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની ધારા 163 લગાવી છે. કોલકાતા પોલીસે મેડિકલ કૉલેજમાં હિંસક ઘટના મામલે 14 ઑગસ્ટે રાત્રે ભારતીય વિદ્યાર્થી સંઘના 2 નેતાની ધરપકડ કરી છે.
દરમિયાન કેન્દ્રીય તપાસ સંસ્થા – CBIએ આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલને CGO કૉમ્પ્લેક્સમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. ગઈકાલે પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી.