કોલકાતાના સિયાલદાહનીસેશન્સ અદાલતે આરજી કર વિશ્વવિદ્યાલય દુષ્કર્મ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજયરોયને આજીવન કેદની સજા સંભળાવી છે. સેશન્સ જજ અનિર્બાન દાસે એમ પણ કહ્યું કે રાજ્યસરકારે પીડિત પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. શનિવારેઅદાલતે આ કેસમાં સંજય રોયને દોષિત ઠેરવ્યા હતા. ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ આરજી કર મેડિકલ વિશ્વવિદ્યાલયના સેમિનારહોલમાંથી પીજીટી ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. કોલકાતા પોલીસે 10 ઓગસ્ટના રોજસંજય રોયની ધરપકડ કરી હતી. દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગ-NCW એ આ ચુકાદાનું સ્વાગત કર્યું છે. આયોગેજણાવ્યું કે આ સજા સમાજમાં ન્યાયની ભાવના જગાડશે અને દરેકને યાદ અપાવશે કે આવાગુનાઓ સજા પામ્યા વિના રહેશે નહીં.
Site Admin | જાન્યુઆરી 20, 2025 8:05 પી એમ(PM) | કોલકાતા