કોલકત્તામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે સમગ્ર દેશ તેમજ રાજ્યમાં તબીબો હડતાળ પર ઊતર્યા હતા.
અમદાવાદમાં પણ તબીબોએ વિશાળ રેલી યોજીને સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગણી કરી હતી.
ભાવનગરમાં આજે હડતાળ પર ઉતરેલા તબીબો દ્વારા કલેટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
જ્યારે વલસાડ IMA સાથે સંકળાયેલી તમામ હોસ્પિટલના તબીબો તેમજ પ્રોફેસરોએ કાળી રીબીન બાંધી, OPD અને ઓપરેશનની કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખવામાં આવી હતી. તબીબોએ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી કાઢી, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
Site Admin | ઓગસ્ટ 17, 2024 7:56 પી એમ(PM)