કોલકતામાં મહિલા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે અમદાવાદ બીજે મેડિકલ કોલજના જુનિયર ડૉક્ટર એસોસિયેશન દ્વારા હડતાળ પાડવામાં આવી છે.. જોકે દર્દીઓને કોઇ સમસ્યા ન સર્જાય તે માટે ઇમરજન્સી સેવા કાર્યરત કરવામાં આવી છે.
જામનગરમાં પણ જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન ના તબીબો દ્વારા રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું…મોટી સઁખ્યામાં તબીબોએ આ રેલીમાં જોડાઇને ડીનને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ તબીબોએ રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરમાં પણ ડોકટરો હડતાળ પર ઉતર્યા હતા.
Site Admin | ઓગસ્ટ 16, 2024 4:27 પી એમ(PM) | કોલકતા | હડતાળ