કોલકતાની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના જુનિયરડોક્ટરોએ આજથી ટેલિ-મેડિસિન સેવાઓ શરૂ કરી છે. આ સેવા દરરોજ સવારે 10થી બપોરે બેવાગ્યા સુધી ચાલુ રહેશે. ગયા મહિને કોલેજની ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મ અનેહત્યાનાં વિરોધમાં હજુ પણ જુનિયર ડોક્ટરોની હડતાળ ચાલુ છે. તેઓ આ ગુનામાંસંડોવાયેલાઓની ધરપકડની માંગણી કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે કોલકતા પોલિસે આ ઘટનામાં સંજય રોયનીધરપકડ કરીને તેને સીબીઆઇને સોંપ્યો છે, જે હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.
Site Admin | ઓગસ્ટ 31, 2024 8:14 પી એમ(PM)
કોલકતાની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના જુનિયરડોક્ટરોએ આજથી ટેલિ-મેડિસિન સેવાઓ શરૂ કરી છે
