કોમનવેલ્થ દેશોના સંસદોના અધ્યક્ષ અને પ્રિસાઇડીંગ ઓફિસરોની 28મી પરિષદ આગામી 2026માં ભારતમાં યોજાશે.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોશિયલ મીડીયા ઉપર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે સૂચિત પરિષદ મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર અર્થપૂર્ણ ચર્ચા અને સહકાર વધારવાના પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે આગામી પરિષદમાં સંસદોની કામગીરીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અને સૉશીયલ મીડીયાના યોગ્ય ઉપયોગ અંગે પણ ચર્ચા કરાશે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:57 પી એમ(PM)