કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ગઈ કાલે ખેડૂતોએ ટેકાનાં ભાવે મગફળીની ખરીદીની માંગણી સાથે હરાજી ઠપ કરાવી હતી.
કોડીનાર યાર્ડમાં વેપારીઓ મગફળીની ગુણવત્તાનાં આધારે બજાર કિંમત આંકતા હોય છે, પણ છેલ્લાં બે દિવસથી સરકારે 1 હજાર 356 રૂપિયાનાં ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરતાં ખેડૂતોએ યાર્ડમાં પણ ટેકાના ભાવે જ ખરીદી શરૂ કરવાની માંગણી કરી હતી.
જોકે યાર્ડના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રાજ્યનાં અન્ય બજારની જેમ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીની ગુણવત્તા પ્રમાણે 1,000થી 1 હજાર 215 સુધીનાં ભાવ મળે છે. પણ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે જ યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી કારણ કે અલગ અલગ ગુણવત્તા વાળી મગફળી આવે છે. ખેડૂતોએ ચૂકવણીમાં વિલંબ થતો હોવાની ફરિયાદ પણ કરી હતી.
Site Admin | નવેમ્બર 17, 2024 8:04 એ એમ (AM) | કોડીનાર માર્કેટિંગ યાર્ડ