કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં રેલવેનું ખાનગીકરણ નહીં કરવામાં આવે. શ્રી વૈષ્ણવે આજે નાસિકમાં રેલવે સલામતી દળનાં 40મા સ્થાપના દિવસમાં ભાગ લીધો હતો અને પરેડનું નિરીક્ષણ કર્યંા હતું. તેમણે જણાવ્યું કે, દેશનાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે રેલવે પરિવહનનું માધ્યમ છે, તેથી કેન્દ્ર સરકારે રેલવેમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને સંશોધન, સલામતી તથા માનવ સંસાધન પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમણે જણાવ્યું કે, કેટલાંક રાજકીય પક્ષો રેલવેનાં ખાનગીકરણની સંભાવના અંગે અટકળો ફેલાવી રહ્યા છે પણ સરકાર ક્યારેય રેલવેનું ખાનગીકરણ નહીં કરે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 7:59 પી એમ(PM) | કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે