પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ભારત CARICOM સભ્ય દેશોનો એક વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ છે. ગઈકાલે રાત્રે જ્યોર્જટાઉન, ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં શરૂઆતની ટિપ્પણીમાં, શ્રી મોદીએ કહ્યું, કે કોવિડ હોય કે કુદરતી આફતો, ક્ષમતા નિર્માણ કે વિકાસના મુદ્દાઓ.. ભારત CARICOM સભ્ય દેશો સાથે ઊભું રહ્યું છે.
શ્રી મોદીએ કહ્યું, આ સમિટ પાંચ વર્ષ પછી યોજાઈ રહી છે અને આ પાંચ વર્ષમાં, વિશ્વએ ઘણા ફેરફારો જોયા છે અને માનવજાતને કેટલીક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે, તેનાથી વૈશ્વિક દક્ષિણ દેશો પર ગંભીર અસર પડી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતે હંમેશા CARICOM સાથે મળીને આ પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કર્યો છે.
Site Admin | નવેમ્બર 21, 2024 9:24 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India | newsupdate | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી