કોંગ્રેસે અંદાજપત્રની ટીકા કરી છે અને આવકની અસમાનતા ઘટાડવામાં ઉણું ઉતર્યું હોવાનું કહ્યું છે. કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે સંસદ બહાર પત્રકારો સમક્ષ બોલતાં કહ્યું કે, અંદાજપત્રમાં મનરેગા વિશે કોઇ ઉલ્લેખ કરાયો નથી..
સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે પણ કેન્દ્રીય અંદાજપત્ર ફૂગાવો નાથવામાં અને બેરોજગારી ઘટાડવામાં નિષ્ફળ રહ્યું હોવાનું કહીને તેની ટીકા કરી છે. તેમણે ખેડૂતો માટે પણ તેમાં કશું નક્કર નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો.
શીવસેના- ઉધ્ધવ ઠાકરે જૂથના નેતા પ્રિયંકા ચર્તુવેદીએ અંદાજપત્રમાં મહારાષ્ટ્ર માટે કશું જ નક્કર નહીં મૂકવા બદલ સવાલ ઉઠાવ્યો છે. ડીએમકે અને ટીએમસીના સાંસદોએ પણ આ અંદાજપત્રની ટીકા કરી છે.
Site Admin | જુલાઇ 23, 2024 8:21 પી એમ(PM)