કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 2020માં ઉત્તરપ્રદેશના હાથરસમાં દુષ્કર્મનો ભાગ બનેલી પિડીતાના પરિવારજનોને મળવા માટે હાથરસ જવા રવાના થયા છે. રાહુલ ગાંધીની મુલાકાત પૂર્વે હાથરસના બુલગઢી ગામમાં સલામતી બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
ગઈ કાલે રાહુલ અને તેમનાં બહેન તથા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીને નવેમ્બર 2024માં ઉત્તરપ્રદેશના સંભલમાં થયેલી હિંસામાં જીવ ગુમાવનારાઓનાં પરિવારજનોને મળ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 12, 2024 2:20 પી એમ(PM) | રાહુલ ગાંધી